મોરબી : ગુરુપૂર્ણિમા નિમિતે મોરબીમાં જૂના વિપશ્યી સાધકો માટે તા.13 જુલાઈને રવિવારના રોજ સવારે 8થી બપોરે 1 વાગ્યા સુધી એક દિવસીય મેગા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં ભાગ લેનારે ઓછામાં ઓછી એક દસ દિવસની શિબિર કરેલ હોવી જરૂરી છે. આ શિબિર ડોલ્સ એન ડ્યુડ્સ સ્કુલ, રત્નકલા એક્સપોર્ટ (હીરાવાળા ગાંધીનાં કારખાનામાં ), સ્કાય મોલની બાજુમાં, ઉમિયા સર્કલથી આગળ, શનાળા રોડ, બીજો માળ, મોરબી ખાતે યોજાશે. રાજકોટથી વિપશ્યના ટીચર ઘનશ્યામભાઈ સાપરિયા આવશે. સર્વે જૂના વિપશ્યી સાધકોને પોતાની સાધનાને પુષ્ટ કરવા માટે આ વન ડે શિબિરમાં ખાસ હાજર રહેવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. શીબીર સમાપન બાદ ભોજનની વ્યવસ્થા રાખેલ છે. તેના માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન માટે મો.નં. ૯૯૨૫૭૨૬૬૧૧, ૯૯૦૯૭૪૪૩૪૪ અથવા ૯૮૨૫૬૪૩૬૨૩નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.