મોરબી : શહેરના એસપી રોડથી લીલાપર કેનાલ રોડ વચ્ચે અચાનક સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગતરાત્રિના શહેરના એસપી રોડથી લીલાપર કેનાલ રોડ વચ્ચેના મુખ્ય માર્ગ પર સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા અંધકાર છવાયો હતો. કોઈ કારણોસર આ મુખ્ય લાઈટો બંધ થઈ જતા વાહનચાલકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડી હતી. ત્યારે આજે વહેલી તકે આ લાઈટો ચાલુ થાય તેવું શહેરીજનો ઈચ્છી રહ્યા છે.