મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા હાલ ઈ-નગર સોફ્ટવેર દ્વારા થતી ઓનલાઈન સેવાઓ થોડા દિવસ પૂરતી બંધ રાખવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા ઈ-નગર સોફ્ટવેરમાં આવતી મુશ્કેલીઓ નિવારવા તથા મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓ માટે વપરાતા સોફ્ટવેરના ડેટા વેરિફિકેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સોફ્ટવેરમાં ડેટા વેરિફિકેશન થયેથી શહેરીજનોને મહાનગરપાલિકા તરફથી આપવામાં આવતી ઓનલાઈન સેવાઓ સરળતાથી તથા ઝડપથી મળી રહેશે તથા ઓનલાઇન પેમેન્ટ સરળતાથી કરી શકાશે. આ ડેટા વેરિફિકેશનની કામગીરી 20 જુલાઈ 2025 સુધી ચાલનાર હોય હાલમાં ઉપયોગમાં લેવામાં આવતા ઈ-નગર સોફ્ટવેરમાં વિવિધ મોડ્યુલ્સની સેવાઓ બંધ રહેશે. તેથી આ દરમિયાન નાગરિકો પ્રોપર્ટી ટેક્સ, વ્યવસાય વેરો અને ગુમાસ્તાધારાની ફી ઓનલાઈન કે ઓફલાઈન ભરી શકશે નહીં તથા ઈ-નગર મારફત આવતી જાહેર જનતાની ફરિયાદની નોંધણી થઈ શકશે નહીં જેને જેની સર્વેએ નોંધ લેવા જણાવ્યું છે.