મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં વરસાદી વાતાવરણને પગલે ખાસ કરીને શાકભાજીની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શાકભાજીની ઓછી આવકથી ભાવમાં પણ વધારો નોંધાયો છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજ તારીખ 11 જુલાઈના રોજ વિવિધ શાકભાજીમાં લીલા મરચાની 35 ક્વિન્ટલ આવક, નીચાભાવ પ્રતિ મણના રૂપિયા 900, તે મુજબ જ રીંગણાની આવક 23 ક્વિન્ટલ, ભાવ રૂપિયા 700, કારેલા 13 ક્વિન્ટલ, ભાવ રૂપિયા 800, ગુવાર 15 ક્વિન્ટલ, ભાવ રૂપિયા 1600, ભીંડો 26 ક્વિન્ટલ, ભાવ રૂપિયા 500, ટામેટા 148 ક્વિન્ટલ, ભાવ રૂપિયા 500 કોબીજ 38 ક્વિન્ટલ, ભાવ રૂપિયા 400, કાકડી 23 ક્વિન્ટલ, ભાવ રૂપિયા 600, લીંબુ 63 ક્વીન્ટલ, ભાવ રૂપિયા 120, દૂધી 26 ક્વિન્ટલ તથા સુકી ડુંગળીની 172 ક્વિન્ટલ આવક થવા પામી છે. વિવિધ જણસીમાં ઘઉં, તલ, જીરુ, બાજરો, જુવાર, મગ, સીંગદાણા, ચણા વગેરેની આવક થવા પામી છે.