હળવદ : હળવદ પોલીસે એક ચોરાઉ બાઇક સાથે શક્તિ મુખાભાઈ કેશાભાઇ વીંછીયા ઉ.વ. ૨૧ હાલ રહે. રાજપર તા.ધ્રાંગધ્રાવાળાને પકડી પુછપરછ કરતા અન્ય બે બાઇક પણ ચોરી કર્યાનું કબુલ્યું હતું. જેથી પોલીસે કુલ 3 ચોરાઉ બાઇક કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપી વિરૂદ્ધ અગાઉ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 3 ગુના અને હળવદ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો હોવાનું પોલીસે જાહેર કર્યું છે.