મોરબી : આગામી તારીખ 27 જુલાઈ ને રવિવારના રોજ ફર્સ્ટ ક્રાય મોરબી દ્વારા મોરબીમાં સૌપ્રથમ વખત સર્વાઇકલ કેન્સર વિરોધી રસી માટેનો નિ:શુલ્ક કેમ્પ યોજાશે. સાથે સહયોગમાં કૂંડારીયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન ડિવિઝન ઓફ રાજકોટ કેન્સર સોસાયટી પણ જોડાશે. 27 જુલાઈના રોજ સવારે 9:30 થી 11:30 સુધી આ કેમ્પ મોરબીના ગાયનોકોલોજીસ્ટ દેવીનાબેનની દેવશ્રી હોસ્પિટલમાં યોજાશે.આ કેમ્પમાં 9 થી 20 વર્ષથી ઉપરની દરેક કુંવારી દીકરીઓ સર્વાઇકલ કેન્સર વિરોધી રસી મુકાવી શકશે. આ રસીકરણ કેમ્પમાં 9 વર્ષથી 25 વર્ષ સુધીની કુંવારી દીકરીઓ જ નામ નોંધાવી શકશે. ઓનલાઇન google ફોર્મ ભરીને રજીસ્ટ્રેશન કરાવી શકાશે. રસી મુકાવવા આવો ત્યારે આધાર કાર્ડ લાવવું ફરજિયાત છે. વધુ વિગત માટે નીચે મો. નં. 9712968063, 9275951954 પર સંપર્ક કરવો. રજીસ્ટ્રેશન માટે google ફોર્મની લીંકhttps://forms.gle/viKoMPnMxJmt4Eai7