50થી વધુ કલાકારો ગાયન, વાદન, કવિતા, વાર્તા, એકપાત્રીય અભિનય, નૃત્ય જેવી વિવિધ કળાઓ રજૂ કરશે : ઉભરતા કલાકારોને મળશે એક નવું મંચમોરબી : વર્તમાન સમયમાં લોકો જો ગુજરાતી ગીત કે ભજન પણ સાંભળે તો તેમાં ફ્યુશન શોધે છે. નવા બીટસ અને મ્યુઝિક સાથે સાંભળવાનું પસંદ કરે છે ત્યારે મોરબી અપડેટ લઈને આવ્યું છે આર્ટિસ્ટનો ઓટલો કાર્યક્રમ, એક એવું પ્લેટફોર્મ જ્યાં બે અલગ અલગ સદીના લોકો પોતાની કળાને રજૂ કરશે. જ્યાં થશે કલાકારોનું સન્માન અને કળાની અદભુત સાધના.હાલમાં ઝડપી અને વ્યસ્ત દુનિયામાં હળવાશ અને આનંદથી માણી શકાય એ એટલે કળા અને એવી અનેક કળા મોરબી અપડેટ દ્વારા યોજાનાર આર્ટિસ્ટનો ઓટલો કાર્યક્રમમાં રજૂ થશે. તારીખ 13 જુલાઈ ને રવિવારના રોજ બપોરે 2:30 વાગ્યે મોરબીના વીરપર ખાતે બાની વાડી પાસે આવેલા નવયુગ સંકુલ ઓડિટોરિયમમાં આર્ટિસ્ટનો ઓટલો કાર્યક્રમ યોજાશે. જેમાં 50થી વધુ મોરબીના કલાકારો ગાયન, વાદન, કવિતા, વાર્તા, એક પાત્રીય અભિનય અને નૃત્ય જેવી વિવિધ કળાઓ રજૂ કરશે. મોરબી અપડેટ દ્વારા આયોજિત આર્ટિસ્ટનો ઓટલો કાર્યક્રમના એસોસિએટ સ્પોન્સર નેક્સેસ ઓપ્ટિક, સ્પોન્સર શુભ હોસ્પિટલ એન્ડ આઇસીયુ અને લોકેશન સ્પોન્સર નવયુગ ગ્રુપ છે.