કોપી રાઈટ ભંગની ફરિયાદ : રૂ.32 લાખનો મુદ્દામાલ કબજે કરાયોમોરબી : વાંકાનેરના જાલિડા ગામે કંપનીના ભળતા નામે સળિયા બનાવતા કારખાનામાં સીઆઇડી ક્રાઇમએ દરોડો પાડી રૂ.32 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.અમદાવાદના ન્યુ રાણીપમાં રહેતા અને રૂદ્ર ગ્લોબલ ઇન્ફ્રા પ્રોડક્ટ લિમિટેડ કાળીયાબીડ ભાવનગર નામની કંપનીમાં હેડ મીડિયા અને એડવર્ટાઈઝિંગ તરીકે ફરજ બજાવતા આદિત્ય અમરીશભાઈ નાગરએ રાજકોટના કુંભારવાડામાં રહેતા યામીન મહમદભાઈ ગાંજા અને અમદાવાદ રહેતા કનૈયાલાલ તુલસીદાસ પટેલ સામે કોપીરાઈટ ભંગ સબબ રાજકોટ સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની કંપની રૂદ્રા ટીએમટી સળિયા બનાવવાનું કામ કરે છે અમારી કંપનીના નામને ભળતું નામ રૂદ્રાક્ષ ટીએમટી નામની કંપની વાંકાનેરના જાલીડા ગામમાં ચાલતી હોય અને આ ઉત્પાદન કે વેચાણ અંગે કોઈ કોપીરાઈટ લીધા ન હોવાનું જાણવા મળતા ગાંધીનગર સીઆઇડી ક્રાઇમમાં અરજી કર્યા બાદ રાજકોટ સીઆઇડી ક્રાઈમની ટીમના પીએસઆઈ ઈશરાણી સહિતના સ્ટાફને સાથે રાખીને ઉપરોક્ત કંપનીમાં તપાસ કરતા ઓફિસની કેબિનમાં એક શખસ મળી આવેલ તે યામીન ગાંજા માલિક હોવાનું માણસોએ જણાવ્યું હતું. ઉપરોક્ત ઉત્પાદન અને વેચાણ માટે કોઈ રજીસ્ટ્રેશન કરાવ્યું છે કે કેમ તે અંગે પૂછતાં રૂદ્રાક્ષ ટીએમટીના માલિક અમદાવાદ રહેતા કનૈયાલાલ હોવાનું જણાવ્યુ હતું. જેથી કંપનીમાં તપાસ કરવામાં આવી હતી. ૮, ૧૦, ૧૨, ૧૬, ૨૦, ૨૫ તેમજ ૧૨ તથા ૧૦ એમ મિક્ષ સળિયા આશરે ૯૮ હજાર અને ડાયના ૩ રોલ, ૩ બોક્સ સ્ટીકર મળી આવતા ૩૨.૩૦ લાખનો મુદામાલ કબ્જે કરી બંને સામે કોપીરાઈટ ભંગનો ગુનો નોંધી તપાસ પીઆઈ એસ. એ. પાટીલ ગાંધીનગરને સોંપવામાં આવી છે.