ટંકારા : ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આર્યવ્રત શાળાના પાછળના ભાગે આવેલ વાડીમાં કામ કરતા અને અહીં જ રહેતા મૂળ દાહોદ જિલ્લાના વતની ખેતમજૂર દિનેશ નગરસિંગ મોહનીયા ઉ.33 નામના શખ્સને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.