મોરબી : પ્રેમપ્રકાશદાસજી સ્વામીના જન્મદિવસ પ્રસંગે તેમજ પૂર્વ ટ્રસ્ટી ધરમશીભાઈ કગથરાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે મોરબીના સંસ્કાર ઈમેજિંગ સેન્ટર ખાતે આગામી તારીખ 15 જુલાઈ ને મંગળવારના રોજ સવારે 9-30 થી સાંજે 6 વાગ્યા સુધી મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.. આ રક્તદાન કેમ્પમાં સંસ્કારધામ મંદિરે આવતા હરિભક્તો ભાઈઓ, બહેનો, મહિલા મંડળના બહેનો, શ્રી હરિ યુવા જ્યોતના યુવાનો, સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર બહેનો તેમજ ધરમશીભાઈ કગથરા પ્રત્યે લાગણી ધરાવતા સગા,સંબંધી, મિત્રમંડળને રક્તદાન કરીને પ્રેમ સ્વામીના આશીર્વાદ મેળવવા અને ધરમશીભાઈ કગથરાને શ્રદ્ધાંજલિ આપવા માટે રક્તદાન કરવા આયોજક શાસ્ત્રી જગતપ્રકાશદાસજી સ્વામી, જતીનભાઈ કગથરા અને રમેશભાઈ માકાસણાએ અપીલ કરી છે.