માધાપર ચોક પાસે આવેલા મહેન્દ્રપરા શેરી નં.3ની દયનિય હાલત : મહાપાલિકાએ તાત્કાલિક કાર્યવાહી કરવી જરૂરી મોરબી : આમ તો મોરબીમાં વરસાદી પાણીનો ભરાવો થયા બાદ પાણી અને ગારા-કીચડમાં ચાલવામાં પણ લોકોને તકલીફ થઈ રહી છે. જેને કારણે જનઆંદોલનો થયા અને મહાપાલિકાએ તાબડતોબ કામગીરી શરૂ પણ કરી દીધી છે. પરંતુ શહેરમાં એક વિસ્તાર એવો છે જયા છેલ્લા એક અઠવાડિયાથી ઘરોમાં ગટરના ગંદા પાણી ઘુસેલા છે. આ ઘરમાં રહેતા લોકોની હાલાકી વિશે અનુમાન લગાવવુ પણ મુશ્કેલ છે. મોરબીમાં માધાપર ચોક પાસે મહેન્દ્રપરા શેરી ના.3 પાસે છેલ્લા એક સપ્તાહથી ગટરના પાણી ભરાયેલા છે. જેના કારણે 7થી 8 ઘરોમાં પણ ગટરના પાણી આવી રહ્યા છે. આ શેરીમાં રોગચાળો ફેલાવવાનો ભય છે. સ્થાનિકો હાલ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ મામલે સ્થાનિકોએ જણાવ્યું કે તેઓએ અનેક રજૂઆતો કરી છે પણ કોઈ કામગીરી થઈ નથી.વધૂમાં અહીં જડેશ્વર મંદિર જવાના રસ્તે પણ પાણી ભરાયેલું રહે છે. વાહનચાલકોને પણ હાલાકી પડી રહી છે. સવારે અહીં એક છોટા હાથી ગટરમાં ફસાઈ ગયું હતું. તંત્ર આ વિસ્તારમાં તાત્કાલિક પાણી નિકાલની અને ગટરની સફાઈની કામગીરી હાથ ધરે તેવી માંગ ઉઠી છે.