મોરબી: આજ રોજ તા.10-7-2024ના આરોગ્ય કચેરી જિલ્લા પંચાયત મોરબી અને સમાજ સુરક્ષા કચેરી તેમજ બાળ સુરક્ષાના સહયોગ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર રાહુલ કોટડીયાના માર્ગદર્શન હેઠળ વિકાસ વિદ્યાલય ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘુંટુના મેડિકલ ઓફિસર ડોક્ટર જે. આર. પંચાસરા અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડોક્ટર ભુમી માકડીયા તેમજ વિકાસ વિદ્યાલયના તમામ સ્ટાફ સાથે રહીને હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અંદાજિત 90 બાળાઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. તથા ઇન્ચાર્જ સુપરવાઇઝર રવિનભાઈ દેગામા તેમજ હાર્દિકભાઈ પ્રજાપતિ દ્વારા મીડિયાના માધ્યમથી તેઓને ડેન્ગ્યુ તથા મલેરિયા જેવા વાહકજન્ય રોગ નિયંત્રણ અંતર્ગત આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.