મોરબી : મોરબીમાં ફિટનેસ વુમન યોગ કલાસ દ્વારા આજે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમ્યાન ફિટનેસ ક્લાસના 50 જેટલા બહેનોએ સાથે મળીને કાજલબેન આદ્રોજાના માર્ગદર્શન હેઠળ યોગ, કૃતિ, ધ્યાન અને ગુરુભજન વગેરે કરી અને આપણી ભારતીય સંસ્કૃતિ ઉજાગર થાય તે માટે પ્રવચન પણ આપ્યું હતું. આ રીતે ગુરુપૂર્ણિમાનો કાર્યક્રમ યોજી ઉજવણી કરવામાં આવી.