મોરબી : એ. એમ. છાસિયા, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી મોરબીને નાયબ નિયામક તરીકે બઢતી મળવા બદલ આજરોજ તેમનો વિદાય અને સન્માન સમારોહ જિલ્લા પંચાયત ખાતે યોજવામાં આવ્યો. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, અશોકભાઈ ચાવડા, મોરબી જિલ્લા ભાજપ મંત્રી રસિકભાઈ વોરા, મોરબી જિલ્લા અનુ. જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ પરમાર, મહામંત્રી બળવંતભાઈ સનારીયા, મોરબી શહેર અનુ. જાતિ મોરચાના પ્રમુખ પ્રવીણભાઈ સોલંકી, નટુભાઈ ચૌહાણ, મહેશભાઈ પરમાર, દિનેશભાઈ ચાવડા દિનેશભાઈ પરમાર, વિક્રમભાઈ ટુંડિયા વિગેરે લોકો હાજર રહ્યા અને બઢતી મળવા બદલ છાસિયા સાહેબને શુભેચ્છાઓ પાઠવવામાં આવી.