તંત્ર દ્વારા 1600 ચો.મી.જેટલી સરકારી જગ્યા ખુલ્લી કરાવાયમોરબી : મોરબીના વીસીપરામાં એક રીઢા આરોપીએ સરકારી જમીન ઉપર ખડકી દીધેલી 20 જેટલી ઓરડીઓનું આજે સાંજે ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા ડીમોલેશન કરી આ જગ્યા ખુલ્લી કરાવવામાં આવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વીસીપરામાં ચાર ગોદામ પાછળ દારૂ અને મારામારીના ગુનાના આરોપી દાઉદ જામ દ્વારા સરકારી ખરાબાની જગ્યામાં 20 જેટલી ઓરડીનું દબાણ કરવામાં આવ્યું હતું. બી ડિવિઝન પોલીસ સહિતના સરકારી વિભાગો દ્વારા આજે આ 20 ઓરડીઓનું ડીમોલેશન કરવામાં આવ્યુ છે. આમ અહીં 1600 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવવામાં આવી છે. આમાની મોટાભાગની ઓરડીઓ ભાડે આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.