પંચાસર રોડનું આંદોલન રાજકીય સ્ટંટ હતું, ગોપાલ અહીં ચૂંટણી લડે તો હું રાજીનામુ આપું અને માથે 2 કરોડનું ઇનામ : કાંતિલાલમોરબી : મોરબીમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલા જન આંદોલનોમાં જેમના નામની ખૂબ ચર્ચાઓ થઈ એવા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા આજે રાત્રીના અધિકારીઓ સાથે નાઈટ સર્વે કરવા ફિલ્ડમાં ઉતર્યા છે. આ તકે તેઓએ મોરબી અપડેટની વાતચીતમાં તેઓ ગઈકાલે ગાંધીનગરમાં મોરબીના વિકાસ કામોની અગત્યની મિટિંગમાં હતા. અને તેઓએ આજના પંચાસર રોડના આંદોલનને ખોટું અને રાજકીય સ્ટંટ હોવાનું પણ જણાવ્યું હતું.આજે કલેકટર, કમિશનર સહિતના અધિકારીઓ અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા શહેરના વિવિધ વિસ્તારોની સમસ્યાનું નિરીક્ષણ કરવા નાઈટ સર્વે ઉપર નીકળ્યા છે. આ દરમિયાન ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે ગઈકાલે સીએમ સાથે મોરબીના વિકાસ મુદ્દે મિટિંગ હતી. જેમાં સેક્રેટરીઓ હતા. ત્રણ મહિનામાં અંદાજે રૂ.100 કરોડના વિકાસ કામોનું આયોજન છે. 20 રોડના કામો ત્રણ મહિનામાં શરૂ કરવાના છે. લોકોની જે તકલીફો છે તે દૂર કરવામાં આવશે.તેઓએ વધુમાં જણાવ્યું કે આજનું પંચાસર રોડનું આંદોલન તદ્દન ખોટું હતું. પંચાસર રોડ બનાવ્યો છે. 150 મકાન પાડ્યા છે. આ રાજકીય સ્ટંટ છે. ગોપાલ ઇટાલિયા અહીં લડવા આવે તો હું રાજીનામું આપીશ અને 2 કરોડનું ઇનામ આપીશ. અંતમાં ધારાસભ્ય કાંતિલાલે વિશ્વાસ સાથે કહ્યું કે લોકો તેની સાથે જ છે.