મોરબી : મોરબીની વોટર વર્કસ શાખા દ્વારા પાઇપલાઇનના 4 કામોની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે એજન્સી દ્વારા કામ શરૂ કરવામાં આવશે. મોરબી મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા/ડ્રેનેજ શાખાના ડેપ્યુટી એન્જીનીયરની યાદીમાં જણાવાયું છે કે ૪ કામની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ છે જે કામના નામ (૧) મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં એલ.ઈ. કોલેજથી કેસરબાગ ખાતે પીવાના પાણીની DI પાઈપલાઈન ફીટીંગ કરવાનું કામ (૨) શ્રીકુંજ ચોકડીથી સારસ્વત સોસાયટી સુધી ૧૫૦MM અને ૨૦૦MM DIA ની DI પાઈપલાઈન પ્રોવાઈડીંગ અને ફિડિંસગ કરવાનું કામ (૩) મહેન્દ્રનગર ITI બસ સ્ટેન્ડ પાણીની ટાંકીથી ન્યારા પેટ્રોલ પંપ મહેન્દ્રનગર સુધી ૨૫૦ MM DIAની પાઈપલાઈન શિફ્ટિંગ કરવાનું કામ (४) ૨૮.૫ MLD STPના રીનોવેશનનું કામ. આ બધાજ કામની ટેન્ડર પ્રક્રિયા પુર્ણ થયેલ છે. તેમજ એજન્સી ફાઈનલ થઈ ગઈ છે આગામી સમયમાં આ કામો એજન્સી દ્વારા કામ ચાલુ કરવામાં આવશે.