રોડ બનાવ્યા બાદ પાણી નિકાલની વ્યવસ્થા ન રહેતા આ વિસ્તારમાં પાણી ભરાતું હતું, મહાપાલિકાએ ખાડા ખોદીને મોટા પાઇપ નાખવાનું કામ શરૂ કર્યુંમોરબી : મહેન્દ્રનગરના મિલીપાર્ક વિસ્તારમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યાથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. ત્યારે અંતે મહાપાલિકા દ્વારા આ વિસ્તારમાં પાણી નિકાલની વ્યવસ્થા માટે કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. મહેન્દ્રનગરના મિલીપાર્ક પાસે આરએન્ડબી દ્વારા રોડ બનાવવામાં આવ્યો હતો. આ રોડ અંદાજે દોઢથી બે ફૂટ ઊંચો બનાવવામાં આવ્યો હતો અને પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. જેથી મિલી પાર્કની 7થી 8 શેરીમાં પાણી ભરાવાની સમસ્યા રહેતી હતી. અનેક લોકોના ઘરમાં પાણી ઘુસતા હતા. ત્યારે મહાપાલિકા દ્વારા આજે જેસીબી વડે ખાડા ખોડી પાઈપલાઈન નાખીને આ વિસ્તારમાં પાણી નિકાલની વ્યવસ્થા કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિકોએ હાંશકારો અનુભવ્યો છે.