મોરબી: મોરબી મહાનગરપાલિકા વિસ્તારના નાની વાવડીની શાંતિનગર સોસાયટીમાં જેપુરીયો રસ્તો કાચો હોય હાલ ચોમાસાની સિઝનમાં કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને આખા રોડમાં પાણી ભરાયેલા છે.સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે તેમણે આ અંગે મહાનગરપાલિકાના અધિકારીઓને અનેક વખત રજૂઆત કરી છે. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પણ રજૂઆત કરાઈ હતી. આ રસ્તા પર નથી ભૂગર્ભ ગટર નાખવામાં આવી કે નથી પાકો રસ્તો બનાવવામાં આવ્યો. અનેક રજૂઆત કરી હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા રહીશશો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માગ ઉઠી રહી છે.