મોરબી : દેશભરમાંથી આજે 10 સેન્ટ્રલ ટ્રેન યુનિયન દ્વારા જનરલ હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું. તેના ભાગરૂપે મોરબી જિલ્લામાં 400 થી વધુ કર્મચારીઓ આ હડતાળમાં જોડાયા હતા. હડતાળની મુખ્ય માંગણીઓમાં ચાર નવા લેબર કાયદાને પાછા ખેચો, સ્ટોપ બેંક પ્રાઇવેટેશન, સરકાર દ્વારા બેંકમાં રિક્રુટમેન્ટ કરવામાં આવતી નથી અત્યારે કામનું ભરણઘણું વધી ગયું હોવાથી વધુ કર્મચારીઓની ભરતી કરવામાં આવે, મોટાભાગની બ્રાન્ચોમાં કાયમી પટાવાળાની જગ્યા ખાલી છે જે ભરવામાં આવે, કોન્ટ્રાક્ટ પદ્ધતિ ખતમ કરવામાં આવે, કોન્ટ્રાક્ટ દ્વારા જે કર્મચારી છે એમને કાયમી કરવામાં આવે. આ માંગણીઓ સાથે 17 બીજી માંગણી સરકાર પાસે કરવામાં આવી છે તેમ મોરબી જિલ્લાના બેંક સેક્રેટરી પ્રકાશ ખટાણાએ જણાવ્યું હતું.