મોરબી : મોરબીમાં અનેક વિસ્તારોમાં રોડ રસ્તા ખરાબ હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હાલ શહેરમાં ઇન્દિરાનગર વિસ્તારમાં વરસાદ બાદ કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જેના કારણે રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મોરબીમાં ઇન્દીરાનગર અને શિવમ હોસ્પિટલની પાછળ આવેલ ભક્તિનગર સોસાયટીમાં વરસાદ બાદ કિચડનું સામ્રાજ્ય સ્થપાયું છે. આ દરમ્યાન રહીશો, બાળકો તથા લોકોને આવવા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં અનેક વખત ખરાબ રોડ રસ્તા અંગે તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવતી હોવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી.