મોરબી : રાજપર (કુંતાસી) ગામમાં આઝાદી બાદ પ્રથમવાર યોજાયેલી સરપંચની ચૂંટણીમાં નર્મદાબેન મનોજભાઈ ધોરિયાણી 408 મતની લીડ સાથે ચૂંટાયા હતા. આ સાથે જ આજે તેમના પતિ મનોજભાઈ પ્રાગજીભાઈ ધોરિયાણી ઉપસરપંચ પદે બીનફરીફ થયા છે. આમ આ ગામની પ્રથમ ચૂંટણી યોજાયા બાદ સરપંચ અને ઉપસરપંચ પદે પતિ-પત્ની સત્તારૂઢ થયા છે.