65 લાખ રૂપિયા વળતર વારસદારોને ચૂકવવાની મંજૂરી મોરબી : મોરબીમાં રહેતા આશાસ્પદ યુવાનના અકસ્માત વળતરના ક્લેમ કેસમાં રૂપિયા 65 લાખ માત્ર છ માસમાં મંજૂર કરવામાં આવ્યા છે. બનાવની વિગત જોઈએ તો મોરબી રહેતા રમેશભાઈ ભાલુભાઈ ટોયટા 28-12-2023 ના રોજ સરવડ ગામ પાસે મોટરસાયકલ લઈને જતા હતા ત્યારે ટ્રક ચાલકે તેઓને અડફેટે લેતા તેમનું મૃત્યુ થયું હતું. તેઓના વારસદારોએ રાજકોટ મુકામે આ અંગે કેસ દાખલ કર્યો હતો. જેમાં મરણ પામનાર યુવક સિરામિક જોબ વર્કનું કામ કરીને વર્ષે ₹4,00,000 જેટલી આવક કમાતો હતો. જે આવક સાબિત કરવા ગુજરનારના વકીલે ઇન્કમટેક્સ રિટર્ન રજૂ કર્યું હતું. જે ધ્યાને લઈને વીમા કંપની દ્વારા 65 લાખ રૂપિયાનું સમાધાન રાજકોટ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ. આ કામે ગુજરનારના વારસદારો દ્વારા રાજકોટના જાણીતા અકસ્માત વળતરના વકીલ માનવભાઈ એ. ચાવડીયા (ભરવાડ) રોકાયેલા હતા.