હાલ રોડ ઉપર વાહન વ્યવહાર સામાન્ય, મોટી સંખ્યામાં વાહનચાલકો અહીં ત્રણ કલાક સુધી ફસાયા હતામોરબી : મોરબીમાં પંચાસર ચોકડીએ ચક્કાજામ હટ્યા બાદ ટ્રાફિક ક્લિયર કરાવતા પોલીસને એક કલાક જેટલો સમય લાગ્યો હતો. હાલ અહીં વાહન વ્યવહાર સામાન્ય થઈ ગયો છે. મોરનીના પંચાસર રોડના સ્થાનિકોએ રોડ અને લાઈટ સહિતના પ્રશ્નોને લઈને સાંજે 5 વાગ્યે પંચાસર ચોકડીએ ચક્કાજામ કર્યો હતો. આ ચક્કાજામ રાત્રે 8 વાગ્યા સુધી ચાલ્યો હતો. ત્યારબાદ પોલીસે ચક્કાજામ હટાવી દીધો હતો. પણ આ ત્રણ કલાકમાં વાહનોની કતારો એક તરફ શનાળા સુધી તો બીજી તરફ નેશનલ હાઇવે સુધી પહોંચી ગઈ હતી. આ ચક્કાજામ હટાવ્યા બાદ પોલીસે એક કલાકની જહેમત ઉઠાવી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. હાલ અહી વાહન વ્યવહાર સામાન્ય થઈ ગયો છે.