માળિયા (મિયાણા) : મૂળ નાનાભેલા ગામનાં અને હાલ રાજકોટ રહેતા કુલદીપ રજનીકાંતભાઈ કાવરે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થઈને સબ રજિસ્ટ્રાર ગ્રેડ–2 (નોંધણી સર નિરીક્ષક કચેરી) તરીકે પસંદગી પામ્યો છે. તેની આ સિદ્ધિ બદલ સમગ્ર નાનાભેલા ગામ ગૌરવ અનુભવી રહ્યું છે. કુલદીપ કાવર અમદાવાદમાં સરદારધામ ખાતે રહીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હતા. પરીક્ષામાં ઉતીર્ણ થયા બાદ હવે તે સબ રજિસ્ટ્રાર કચેરીના વડા તરીકે ફરજ બજાવશે. તેમની આ સફળતા અન્ય યુવાનોને પ્રેરણારૂપ થાય એવી આશા છે.