એક કમિટી બનાવી વોર્ડ વાઇઝ કાર્યકર્તાઓની નિમણુંક કરવાનું આયોજનમોરબી : મોરબીમાં સર્જાયેલી વિકટ પરિસ્થિતિને ધ્યાને લઇ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના નિવાસ સ્થાને ભાજપ અગ્રણીઓની બેઠક મળી હતી. મોરબી શહેરમાં છેલ્લા બે દિવસથી લોકો પ્રાથમિક સુવિધા માટે ચકાજામ કરી રહ્યા છે. ત્યારે આજે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા ઉમા ટાઉનશીપ ખાતે પૂર્વ કાઉન્સીલરો, આગેવાનો, હોદ્દેદારો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોને પડતી સમસ્યાઓ તાત્કાલિક ઉકેલાય તેના માટે ભાજપની ટીમ હવે અધિકારીઓની સાથે રહીને કામ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે કમિટી બનાવી વોર્ડ વાઇઝ કાર્યકર્તાઓની નિમણુંક કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તેમ યાદીમાં જણાવાયું છે.