કોંગ્રેસે પોલ ખોલ કાર્યક્રમ યોજ્યા બાદ નાયબ મ્યુનિ. કમિશનરે સ્પષ્ટતા સાથે કામોની વિગતો જાહેર કરીમોરબી : મોરબીના વાવડી રોડને આઇકોનીક રોડ બનાવવાના કામનું ખાતમુહૂર્ત થયાના 6 મહિના બાદ પણ કોઇ સૂચક કામગીરી ન થઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે આજે ત્યાં પોલ ખોલ કાર્યક્રમ યોજ્યો હતો. જેને પગલે નાયબ મ્યુનિસિપલ કમિશનરે સ્પષ્ટતા જાહેર કરી છે. જેમાં નાયબ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે 15 જાન્યુઆરીએ રૂ. 1.02 કરોડના ખર્ચે વાવડી રોડને આઇકોનીક રોડ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 6 મહિનાની સમય મર્યાદામાં કોન્ટ્રાક્ટ આપવાના આવ્યો હતો. અહીં રોડ બનેલો હતો. ત્યાં ડિવાઈડરમાં કલર કામ, વૃક્ષારોપણ, બાકડા નાખવા, સ્ટ્રીટ લાઈટ નાખવી અને ક્લિનિંગ કરવાની કામગીરી કરવાની હતી. જેમાંથી વૃક્ષારોપણ થઈ ગયું છે. બાકડા પણ નાખી દેવામાં આવ્યા છે સ્ટ્રીટ લાઈટ માટેનો વર્ક ઓર્ડર કોન્ટ્રાકટરે એજન્સીને આપી દીધો છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા દર અઠવાડિયે આ રોડની કામગીરીનો રિવ્યુ લેવામાં આવી રહ્યો છે.