મોરબી : મોરબીમાં સો-ઓરડીમાં વરિયાનગર જવાના રસ્તે વરસાદી પાણીનો ભરાવો થતો હોવાથી ત્યાં મોરમ નખાવી આપવા સ્થાનિક સુરેશભાઈ ડાંગર, નીશીત પ્રજાપતિ, દિનેશભાઈ ઠાકોર, ભરતભાઈ જોષી અને રમણીકભાઈ પ્રજાપતીએ મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરી છે.રજુઆતમાં જણાવાયુ છે કે મોરબીમાં સામાકાંઠે સો-ઓરડી વિસ્તારમાં વરીયાનગર જવાના રસ્તે ચોમાસા દરમિયાન ખુબ જ વરસાદના પાણી ભરાઈ જાય છે તેથી આવવા-જવામાં ખુબ જ મુશ્કેલી પડે છે. તેમજ વરસાદનું પાણી ભરાઈ જતા ગંદકી થાય છે તેમજ તેના કારણે રોગચાળો પણ થાય છે. આ જગ્યાએ ભરતી, કપચી નખાવી આપવાની માંગ છે. જેથી લોકોને આવવા જવામાં તકલીફ ન થાય.