આલાપ સોસાયટીથી એસપી રોડને જોડતો રસ્તાનું કાલે 5 વાગ્યા સુધીમાં રીપેરીંગ શરૂ કરવામાં નહી આવે તો 18 સોસાયટીના રહીશો આંદોલન છેડશેમોરબી : મોરબીમાં કન્યા છાત્રાલય રોડના રહીશોએ જન આંદોલન કરી ખાડા બુરવાનું કામ તાત્કાલિક શરૂ કરાવ્યા બાદ હવે આલાપ રોડ ઉપરના રહીશોએ પણ મહાપાલિકાને રોડના રીપેરીંગ માટે કાલે સાંજના 5 વાગ્યા સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. નહિતર ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ મામલે સ્થાનિકોએ જણાવ્યું છે કે મોરબીમાં આલાપ સોસાયટીથી એસપુ રોડને જોડતો રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. આ મામલે રજૂઆતો કરી પરંતુ તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં આવી નથી. જેથી મહાપાલિકાને આવતીકાલે બુધવારે 5 વાગ્યા સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવે છે. જો ત્યાં સુધીમાં રોડ રીપેરીંગ કરવાનું કામ શરૂ કરવામાં નહિ આવે તો ચક્કાજામ કરવામાં આવશે. આ ચક્કજામમાં નંદનવન, ગજાનંદ, આરાધના, સતાધાર, હરિહર નગર, આલાપ પાર્ક, ખોડિયારનગર, પટેલ નગર, કર્મભૂમિ, અંજલિ પાર્ક, નવજીવન, સૂર્યકીર્તિ, મધુવન, રામદેવ સહિતની ૧૮ જેટલી સોસાયટીઓના રહીશો જોડાશે.