મોરબી : સહકાર ભારતી ગુજરાત જિલ્લા સંગઠન મોરબીના જિલ્લા અધ્યક્ષ ડી.એમ. બાવરવા દ્વારા સહકાર ભારતીના મોરબી તાલુકા પ્રમુખ તરે ઓમનગરના મનોજભાઈ ગણેશભાઈ શેરસિયાની નિમણૂક કરવામાં આવી છે. મોરબી તાલુકા સહકાર ભારતીના તાલુકા પ્રમુખ તરે વર્ષ 2024-27 એટલે કે ત્રણ વર્ષ માટે મનોજભાઈ શેરસિયાની નિમણૂક કરાઈ છે. તેઓને હોદ્દેની રૂએ તાલુકામાં સહકારી ક્ષેત્રનો વિકાસ થાય તેવા પ્રયાસો માટે લોક સંપર્ક અને માર્ગદર્શનની કામગીરીઓ કરવા જણાવાયું છે.