સ્થાનિક દુકાનદારો અને જાગૃત નાગરિકોએ એકત્ર થઈ તંત્રની ઢીલી નીતિ સામે વિરોધ દર્શાવ્યોમોરબી : મોરની મહેન્દ્રનગર ચોકડીએ સતત ટ્રાફિકજામ અને ખરાબ રોડના પ્રશ્ને લોકોએ એકત્ર થઈ આક્રોશ વ્યક્ત કર્યો છે. સાથે જો તાકીદે પગલાં લેવામાં નહિ આવે તો ચક્કાજામની ચીમકી ઉચ્ચારી છે. આ મામલે સ્થાનિકોએ જણાવ્યું કે અહીં દરરોજ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે.રોડ પણ ખરાબ હાલતમાં છે. અહીં જે પુલનું કામ શરૂ કરવામાં આવ્યું છે તે ઘણા સમયથી એમનમ છે. કોન્ટ્રાક્ટ જાણે ગાયબ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. જો કામ કરવું જ ન હોય તો પુલના પિલર કાઢી નાખવામાં આવે જેથી ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળે. હવે જો આ પ્રશ્ન દૂર કરવા પગલાં લેવામાં નહિ આવે તો ચક્કાજામ કરવામાં આવશે.