માળિયા (મિયાણા) : વવાણીયામાં આવેલ માતૃશ્રી રામબાઈ મંદિર ખાતે તા. 10-7-2025 ને ગુરુવારના રોજ ગુરુપૂર્ણિમાની ઉજવણી નિમિત્તે પ્રવચન સત્સંગ કિર્તનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. માતૃશ્રી રામબાઈ મંદિર ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં સવારે 9 થી 11:30 કલાક દરમ્યાન વક્તા મોરબીના શાસ્ત્રીજી અમિતભાઈ પંડ્યા ભાગવત આચાર્ય સંસ્કૃત વિશારદ (કાશી) દ્વારા પ્રવચન આપવામાં આવશે. તેમજ બપોરે 11 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.