જિ. પંચાયતના સભ્ય અજય લોરિયા દ્વારા ધજા ચડાવાશે મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલા ઉમિયા આશ્રમ ખાતે આગામી 10 તારીખે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે. જેમાં મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય અજયભાઈ લોરીયા આગામી તારીખ 10 જુલાઈ ને ગુરુપૂર્ણિમાં દિવસે સત્યનારાયણ ગૌશાળા ઉમિયા આશ્રમ ખાતે ધર્મની ધજા ફરકાવશે. અજયભાઈ લોરીયા દ્વારા ગુરુપૂર્ણિમાએ ગુરૂ પૂજન કરવામાં આવશે. સાથે જ ભંડારાના દાતા પણ તેઓ બન્યા છે. બપોરે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર વ્યવસ્થા આશ્રમના વ્યવસ્થાપક દેવેન્દ્રસિંહ જાડેજા દ્વારા સાંભળવામાં આવી રહી છે. સમગ્ર કાર્યક્રમ મહંત નિરંજન દાસજી મહારાજની આશીર્વાદથી યોજાશે.