મોરબી : મોરબીના નટરાજ ફાટકથી પુલ ઉપર જવાના રસ્તે વચ્ચે અગાઉ કડ હતી. વરસાદના કારણે આ કડ ખાડામાં ફેરવાઈ ગઈ છે. આ મોટા ખાડાના કારણે વાહનચાલકો ઉપર જોખમ તોળાઈ રહ્યું છે. ત્યારે કોઈ જીવલેણ અકસ્માત સર્જાય તે પૂર્વે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.