વાંકાનેર : કચ્છ-અમદાવાદ નેશનલ હાઈવે પર વાંકાનેર જકાતનાકા પાસે છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણીનો નિકાલ ન થતો હોય આ સમસ્યાને લઈને વાંકાનેર કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવારાએ આ સમસ્યાનો નિકાલ કરવા તંત્રને રજૂઆત કરી છે.આબીદ ગઢવારાએ જણાવ્યું છે કે, વાંકાનેર જકાતનાકા પાસે ઘણા સમયથી વરસાદના પાણીના નિકાલની ગંભીર સમસ્યા છે. જેને લઈને વાહનચાલકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. વરસતા વરસાદમાં પાણી ભરાવાના લીધે ટ્રાફિકજામની સમસ્યા ઉદભવે છે અને વાહનચાલકોને આર્થિક નુકસાન અને સમયનો વ્યય થઈ રહ્યો છે. આ તમામ સમસ્યાને ધ્યાનમાં લઈને નેશનલ હાઈવે ઓથોરિટીએ નગરપાલિકા સાથે સંકલન કરીને આ ગંભીર સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી માગ કરાઈ છે.