નારેબાજી સાથે સ્થાનિકોએ ડેપ્યુટી કમિશનરને કન્યા છાત્રાલયના ખરાબ રોડ રસ્તા બતાવવાનું શરૂ કર્યુંમોરબી : મોરબીના કન્યા છાત્રાલય રોડની બિસ્માર હાલતના પગલે શનાળા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યું હતું. જેમાં મ્યુનિસિપલ કમિશનર આવી પહોંચતા તેઓને સ્થાનિકો કન્યા છાત્રાલય રોડના ખરાબ રોડ રસ્તાઓ બતાવી રહ્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના કન્યા છાત્રાલય રોડ તેમજ આજુબાજુની સોસાયટીઓમાં ખરાબ રોડ રસ્તાને કારણે વિફરેલા સ્થાનિકોએ આજે શનાળા રોડ ઉપર અંદાજે 5 વાગ્યાના અરસામાં ચક્કાજામ શરૂ કર્યું હતું. જેને કારણે રોડની બંને બાજુ ભારે ટ્રાફિકજામ સર્જાય ગયો છે. પોલીસ પણ ઘટના સ્થળે છે. સ્થાનિકોએ એવી માંગ કરી છે કે જ્યાં સુધી મ્યુનિસિપલ કમિશનર અને ધારાસભ્ય અહીં આવી અને રોડનું કામ શરૂ નહીં કરાવે ત્યાં સુધી તેઓ હટશે નહીં. પરિણામે મહાપાલિકાના ઇન્ચાર્જ સિટી ઈજનેર કેવલભાઇ અને પાણી પુરવઠાના અધિકારી પિયુષ મકવાણા સહિતના અધિકારીઓ અહીં આવ્યા હતા. તેઓ સ્થાનિકોને મળ્યા હતા. પણ સ્થાનિકોએ ચોખ્ખા શબ્દોમાં તેમને કહી દીધું હતું કે તમે નહીં, માત્ર મ્યુનિસિપલ કમિશનર જ અહીં આવશે તો અમે વાત કરીશું. બાદમાં ડેપ્યુટી કમિશનર સંજય સોની ત્યાં આવતા સ્થાનિકોએ તેઓની સાથે જઈ રોડ રસ્તાની ખરાબ હાલત બતાવવાનું શરૂ કર્યું છે.