મોરબી : મોરબીના સો-ઓરડી વિસ્તારમાં જારીયા પાન પાસેના ચોકમાં વારંવાર આખલાનો ત્રાસ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગતરાત્રે આખલા યુદ્ધમાં વાહનોને નુકસાન થયું હતું. મહાનગરપાલિકા બન્યા પછી પણ ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. આ મામલે મહાપાલિકા તુરંત કાર્યવાહી કરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.