ટંકારા : ટંકારા તાલુકાના નસીતપર ગામના અને મોરબી તાલુકા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ વસંતભાઈ ઝાલરીયાએ કલેક્ટર, ભૂસ્તર શાસ્ત્રી, ધારાસભ્ય અને સાંસદ સભ્યને લેખિત રજૂઆત કરીને મોરબીના શનાળાથી ટંકારાના ખીજડીયા સુધી વિવિધ ગામ તળમાં આડેધડ થઈ રહેલા અવૈદ્ય ખનન અટકાવવા અને ઓવરલોડ વાહન સામે કાર્યવાહી કરવા માગ કરી છે.રજૂઆતમાં જણાવાયું છે કે, મોરબીના શનાળા થી ખીજડીયા સુધી ચાલતા ડિસ્ટ્રીક્ટ ડબલ ટ્રેક હાઈવે નવનિર્મિત થયો છે. જેમાં તે રોડ ટંકારા તાલુકા તથા મોરબી તાલાના રાજપર ગામ, નસીતપર ગામ તથા અન્ય ગામોમાં અવૈદ્ય ખનન થઈ રહ્યું છે. આ ખનન સુજલામ સુફલામ જળશક્તિ અભિયાન અંતર્ગત ન થતું હોવાનું જાણવા મળ્યું છે. જેથી રાષ્ટ્રીય ભુ સંપદાનો ગેરઉપયોગ થઈ રહ્યો છે. આ ઉપરાંત શનાળાથી ખીજડીયા સુધીના હાઈવે પર ઓવરલોડ વાહનો આવી ખનીજ સંપદાને લઈને જતાં હોય રોડને પણ નુકસાન પહોંચી રહ્યું છે. જેથી ખનીજ માફિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.