મોરબી : વિશ્વ હિંદુ પરિષદ માતૃશક્તિ દ્વારા મોરબી જિલ્લાના મોરબી પ્રખંડમાં બે બાલ સંસ્કાર કેન્દ્ર અને એક સત્સંગ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગઈકાલ તારીખ 6-7-2025 ને રવિવારના રોજ મોરબીના વાવડી રોડ પર અને રવાપર રોપ પર એમ બે બાલ સંસ્કાર કેન્દ્ર જ્યારે નવલખી રોડ પર સત્સંગ કેન્દ્રની શુભ શરુઆત કરવામાં આવી છે.આજનાં બાળક કાલના યુવાનો છે આજના બાળકો કાલનું ભવિષ્ય છે. ત્યારે આ કેન્દ્રમાં બાળકોને નાના- નાના ભૂલકાઓમાં રમતની સાથે સાથે સંસ્કાર અને સંસ્કૃતિનું સિંચન થાય એવા પ્રયાસ કરવામાં આવ્યા છે. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ દ્વારા મોરબી જિલ્લાના મોરબી પ્રખંડમાં બે બાલ સંસ્કાર કેન્દ્ર જેમાં એક વાવડી રોડ પર બીજું રવાપર રોડ પર શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે નવલખી રોડ પર સત્સંગ કેન્દ્ર શરૂ કરાયું છે.