‘બ્રહ્મપ્રશ્નોપનિષદ’, ‘ગીતાદર્શન’ અને ‘કાયમનું સરનામું’ નામના પુસ્તકોને વાચકો તરફથી અદભુત પ્રતિસાદમોરબી : સિરામિક નગરી તરીકે ઓળખાતો મોરબી જિલ્લો સાહિત્ય અને કલા ક્ષેત્રે પણ અગ્રેસર છે. સાહિત્ય ક્ષેત્રે પણ મોરબીનું એક આગવું નામ છે. ત્યારે મોરબીના જાણીતા કવિ અને લેખક કાયમ હઝારી કે જેઓએ સાહિત્યમાં ગઝલ, કાવ્ય અને ઘણા પદ્ય પણ લખી ઉમદા યોગદાન આપ્યું છે. આ ઉમદા કવિ અને લેખક કાયમ હઝારીના ત્રણ પુસ્તકો પ્રકાશિત થયા છે. તાજેતરમાં જ તેમના ત્રણ પુસ્તકો બ્રહ્મપ્રશ્નોપનિષદ, ગીતાદર્શન અને કાયમનું સરનામું પ્રકાશિત થયાં છે. જેને વાચકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.કાયમ હઝારી મોરબીના ખૂબ ઉમદા સાહિત્યકાર છે અને તેઓ સાહિત્ય ક્ષેત્રનો બહોળો અનુભવ પણ ધરાવે છે. તેમનું પહેલું પુસ્તક દીવાનગી 1989 માં પ્રકાશિત થયું હતું. ત્યાર બાદ પણ અલ્લાહ જાણે ઈશ્વર જાણે, આદમ ઇવનું પહેલું ચુંબન, પોએટ્રી 2000 મિલેનિયમ વિશેષાંક જેવા સંગ્રહો પણ પ્રકાશિત થયાં છે. ત્રણેય પુસ્તકોમાં શું છે ?કાયમ હઝારીના તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તકોમાં પ્રથમ પુસ્તક બ્રહ્મપ્રશ્નોપનિષદ ગીતાના 4 અધ્યાયના 24માં એક શ્લોક પર લખવામાં આવ્યું છે. તેમજ ગીતાદર્શન એ પુસ્તક સંપૂર્ણ ગીતાના ભાવાનુવાદના રૂપે લખાયું છે અને કાયમનું સરનામું એ તેમના સાહિત્ય સફર દરમ્યાન લખાયેલ મોટા ભાગની ગઝલ શાયરીને આવરી લેતું પુસ્તક છે. આમ કાયમ હઝારી વર્ષોથી મોરબીમાં રહીને સાહિત્યમાં ખેડાણ કરી રહ્યા છે.