મોરબી : આજના આધુનિક યુગમાં કામ ધંધાના વ્યસ્ત માહોલ તેજી મંદીની ઉપાધિઓ ભૂલી માત્ર એક વોટ્સઅપના મેસેજ દ્વારા સોની સમાજના મિત્રો સ્નેહીઓનું 400 લોકોનું ગ્રુપ કારખાને એકત્ર થયું હતું. તમામે બધા ટેન્શન સાઈડમાં મૂકી વરસાદી માહોલમાં ભજીયા અને જલેબીનો આનંદ માણ્યો હતો. આજના આ સમયમાં ફોનથી ખબર અંતર પૂછતાં હોય છે, શુભેચ્છાઓ મોકલતા હોય છે ત્યારે સોની સમાજના મિત્રો -વડીલોએ ઓચિંતા રૂબરૂ મળવાનું ગોઠવી હસી ખુશીની વાતો કરી હતી.