ટંકારા : ટંકારાના હરિઓમ ફીડરમાં આવતા તમામ ઔદ્યોગિક યુનિટ ધરાવતા લોકોએ ઔદ્યોગિક એકમોમાં વારંવાર થતાં વીજ કાપ તથા ટ્રીપિંગ અંગેનું નિરાકરણ લાવવા ટંકારા PGVCLના કાર્યપાલક ઈજનેરને લેખિત રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, છેલ્લા બે વર્ષથી તમામ ઔદ્યોગિક હેતુના વીજ કનેક્શનમાં વારંવાર લાઈટ કાપ આવે છે તેમજ ટ્રિપીંગની સમસ્યાને કારણે ઉદ્યોગકારોને પારાવાર નુકસાન થઈ રહ્યું છે. આ અંગે અગાઉ પણ PGVCL કચેરીમાં મૌખિક તથા લેખિત અરજીઓ કરી હતી. પરંતુ આજ દિવસ સુધી તેનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. જેથી આ સમસ્યાનું વ્યવસ્થિત નિરાકરણ લાવી ઉદ્યોગકારોને સમસ્યામાંથી મુક્ત અપાવવા રજૂઆત કરવામાં આવી હતી.