મોરબી : મોરબીના SSFC ફૂટબોલ ક્લબમાં પ્રેક્ટિસ માટે આવતો અને મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં અભ્યાસ કરતો યુવરાજ હારીશભાઈ નાખવા કેરળના ફૂટબોલ ક્લબમાં પસંદગી પામ્યો છે. કેરળના પનામારમ સ્થિત સ્પોર્ટો સોકર ક્બલમાં યુવરાજ નાખવાની પસંદગી થઈ છે. મોરબીમાંથી પસંદગી પામનાર તે એકમાત્ર ખેલાડી છે. આગામી સમયમાં યુવરાજ કેરળની આ ફૂટબોલ ક્લબમાં જોડાશે. જ્યાં તેને રહેવાની, જમવાની, અભ્યાસની અને સાથે સાથે ફૂટબોલ એકેડમીમાં 100 ટકા ફ્રીમાં એડમિશન મળ્યું છે. જે બદલ SSFC પરિવાર યુવરાજને અભિનંદન પાઠવે છે.