વાંકાનેર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' ની પહેલને જન જન સુધી પહોંચાડવા વાંકાનેર-કુવાડવાના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં હર્ષદગીરી ગોસ્વામી (પૂર્વ મંત્રી ગુજરાત પ્રદેશ ભાજપ અને પૂર્વ પ્રમુખ અમદાવાદ જિલ્લા ભાજપ) મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી સર્વે પ્રબુદ્ધ નાગરિકોને માર્ગદર્શન આપ્યું હતું. આ તકે રાજકોટ તાલુકા પંચાયત પ્રમુખ ચેતનભાઈ કથીરિયા, વાંકાનેર નગરપાલિકા પ્રમુખ ડિંપલબેન સોલંકી, રાજકોટ જિલ્લા પંચાયત સદસ્ય રાજાભાઈ ચાવડા, પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ અને મોરબી જિલ્લા ભાજપ મંત્રી પ્રજ્ઞેશભાઈ પટેલ, વાંકાનેર નગરપાલિકા ઉપ પ્રમુખ હર્ષિતભાઈ સોમાણી, મહામંત્રી રાજકોટ તાલુકા ભાજપ વિપુલભાઈ બસીયા, મોરબી જિલ્લા ભાજપ મંત્રી સંગીતાબેન વોરા, વાંકાનેર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજકોટ તાલુકા ભાજપ મંત્રી જીજ્ઞેસભાઈ ગોહેલ, વાંકાનેર વેપારી અગ્રણી વિનુભાઈ કટારીયા, વાંકાનેર બાર એસોસિએશન પ્રમુખ સુનિલબાઈ મહેતા, વાંકાનેર બાર એસોસિએશન પૂર્વ પ્રમુખ મયુરસિંહ પરમાર, ડો. મહેશ્વરી, કાપડ એસોસિએશન, કિરાણાં એસોસિએશન, જ્વેલર્સ એસોસિએશન, માવા એસોસિએશન, મોબાઈલ એસોસિએશન, ફૂટવેર એસોસિએશન, દરજી એસોસિએશન, સહિત બહોળી સંખ્યામાં સૌ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.