સંગઠનના વિસ્તરણ તેમજ આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન અપાયુંમોરબી : મોરબીના જલારામ ધામ ખાતે ગત તારીખ 6 જુલાઈ ને રવિવારના રોજ સવારે 10 થી 5 વાગ્યા સુધી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સંગઠનના વિસ્તરણ તેમજ સંસ્થાના આગામી કાર્યક્રમો વિશે ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ બેઠકમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કેન્દ્રીય મહામંત્રી તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડ, સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળસિંહ ખુમાણ, ડો. ગજેરા, બકુલભાઈ ખાખી, વાલેરાભાઈ રાઠોડ, સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી, બકુલભાઈ ખાખી, જગદીશભાઈ વડોદરીયા, શશીકાંતભાઈ પટેલ, મનસુખભાઈ રૈયાણી, મજબુતભાઈ બસીયા, વનરાજસિંહ ખેર, યોગેન્દ્રસિંહ રાઠોડ, ગીરીરાજસિંહ રાણા, બિજલભાઈ રબારી, સી.ડી. રામાવત, ઉપેન્દ્રભાઈ ત્રિવેદી, તેજસ્વીતાબેન વાઢેરા, ભારતીબેન રામાવત, પ્રતાપભાઈ ચગ, હરીશભાઈ રાજા, કીશોરભાઈ ઘેલાણી, નેવિલભાઈ પંડિત, કનુભાઈ દવે, પરેશભાઈ તન્ના સહીતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી.. બેઠકને સફળ બનાવવા મોરબી જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ સી.ડી. રામાવત, ઉપાધ્યક્ષ પ્રતાપભાઈ ચગ, શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી, મંત્રી નિર્મિતભાઈ કક્કડ,નરેન્દ્રભાઈ પાઁઉ, રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જિલ્લા અધ્યક્ષ નેવિલભાઈ પંડિત, શ્યામભાઈ ચૌહાણ, લખનભાઈ કક્કડ, તાલુકા અધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ કાલરીયા, શહેર અધ્યક્ષ પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી, અનીલભાઈ સોમૈયા, હિતેશભાઈ જાની, દીપભાઈ સોલંકી, કૌશલભાઈ જાની, રમણીકભાઈ ચંડીભમર, સંજયભાઈ હીરાણી અશોકભાઈ જોશી સહીતનાં અગ્રણીઓ જહેમત ઉઠાવી હતી.