મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 7 જુલાઈ ને સોમવારના રોજ ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, જુવાર, તુવેર, ચણા, કાળા તલ અને સીંગદાણા તથા શાકભાજીમાં લીલા મરચા, રીંગણા, કારેલા, ગુવાર, ભીંડો, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, દુધી અને સુક્કી ડુંગળીની પણ આવક થવા પામી છે. આજે 344 ક્વિન્ટલ એટલે કે 1720 મણ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 517 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 212 ક્વિન્ટલ તલની આવક થઈ છે. તલના સૌથી ઉંચા ભાવ 1860 રૂપિયા સુધી બોલાયા છે. તો મગફળીના 910, જીરુંના 3730, બાજરાના 517, જુવારના 840, તુવેરના 1150, ચણાના 1098, કાળા તલના 2940 અને સીંગદાણાના 1440 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 1200 રૂપિયા, રીંગણાના 1100 રૂપિયા, કારેલાના 900 રૂપિયા, ગુવારના 1800 રૂપિયા, ભીંડાના 900 રૂપિયા, ટામેટાના 650 રૂપિયા, કોબીજના 500 રૂપિયા, કાકડીના 900 રૂપિયા, લીંબુના 400 રૂપિયા, દુધીના 500 રૂપિયા અને સુક્કી ડુંગળીના 360 રૂપિયા ભાવ બોલાયા છે.