ઈકરા કાસમભાઇ સુમરાએ 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કરીને રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યુંમોરબી : ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શાળા ચિત્રકલા 2025ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પીપળીયા ચાર રસ્તા ખાતે સત્યસાંઈ વિદ્યા મંદિર ખાતે પરીક્ષા કેન્દ્રમાં મોટાભેલા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઈકરા સુમરાએ આ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં ગુજરાત રાજયમાં 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કરીને મોટાભેલા સ્કૂલની વિદ્યાર્થિની ઈકરા કાસમભાઇ સુમરા પ્રથમ સ્થાન મેળવી મોટાભેલા સ્કૂલ સાથે મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે. મહત્વનું છે કે, તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા રાજય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક કક્ષાએથી પ્રતિભાશાલી વિદ્યાર્થીઓમાં રહેલ અભ્યાસ સાથે કળાને ઉજાગર કરવા ગુજરાત રાજય પરીક્ષા બોર્ડ દ્વારા ચિત્રકલા પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા પરીક્ષા બોર્ડ દ્વારા અલગ અલગ નેચર, ભાતચિત્ર, ચિત્ર સયોજન વિષયો આપવામાં આવે છે. તે વિષય અનુસાર વિદ્યાર્થીઓએ ચિત્ર કામ જેતે તાલુકા સ્થાને નક્કી કરેલ સ્કૂલ કેન્દ્રમાં આપવાનું હોય છે.