લેખક : CA સંજય રૈયાણીમોરબી : જીવનમાં કેટલીય ગુણવત્તાઓ જરૂરિયાતરૂપ હોય છે – શિસ્ત, સમજદારી, સહનશીલતા, ધીરજ... પણ જો પૂછવામાં આવે કે કઈ એક ગુણવત્તા એ સર્વોપરી છે, તો મારી નજરે એ છે – આત્મવિશ્વાસ (Confidence).જ્યાં આત્મવિશ્વાસ છે, ત્યાં માર્ગ છે.Confidence હોય તો બીજું બધું તમારા માટે હાજર થાય છે.હું માનું છું – Confidence નહિ હોય તો કાબિલીયત પણ નીરર્થક બની જાય છે. Confidence હશે તો બધું શક્ય છે.શું તમે ત્રિશૂલ ફિલ્મ જોઈ છે? જોઈ નથી તો જુઓ.અમિતાભ બચ્ચનને પોતાની જાત પર જે વિશ્વાસ હતો, એ સાબિતી છે કે આત્મવિશ્વાસ શું ચીજ છે.પરિસ્થિતિ સામે ઊભા રહીને પોતાની બાબતમાં વિશ્વાસ રાખવો – એજ સાચું Confidence!જીવન જીવવું છે તો ધડાકાભેર Confidenceથી જવીએ!રોજ-રોજ ડરીને, સંતાઈને, નિર્વીર્ય જીવન જીવવાથી તો મોત સારું.પણ હવે પ્રશ્ન એ છે –Confidence આવે કેવી રીતે?Confidence લાવવા માટેની 7 ચાવીવાળી રીતો :1. પરિણામ કશું પણ આવે, પણ નિર્ણય લેજો – 'આ કરવાનું છે તો કરવાનું જ છે.'2. તમારામાં પોતે પર સંપૂર્ણ વિશ્વાસ રાખો.3. દરેક પ્રકારના ડરને તિલાંજલિ આપો.4. ભગવાનમાં અડગ શ્રદ્ધા રાખો.5. પૂરા જોશ, ઉલ્લાસ અને તાકાત સાથે આગળ વધો.6. મનમંદિરમાં એ રીતે ચિત્રણ કરો કે મંજિલ મળી ગઈ છે.7. હંમેશાં યાદ રાખો – તમે જે કરવા માંગો છો તેમાં દુનિયાનું કોઈ તાકાત તમને રોકી શકે નહીં.Confidence એટલે પોતાની જાતમાં સંપૂર્ણ શ્રદ્ધા.જ્યારે તમે ડરને જીતીને, આગળ વધો છો અને સફળતા મેળવો છો – એ Confidenceનો સર્વોત્તમ રૂપ છે.તો મિત્રો, Confidence રાખો – Confidence જ વિજય તરફનું પ્રથમ પગથિયું છે!ડર ઉપર વિજય એટલે આત્મ વિશ્વાસ (Courage)(હવેથી દર રવિવારે આ કોલમ વાંચવા મળશે)