બેભાન હાલતમાં આવેલા દર્દી સારી સારવારને કારણે ભાનમાં આવી ચાલતા થઈ ગયા : જનરલ ફીઝીશિયન તેમજ ક્રીટીકલ સ્પેશિયાલિસ્ટ ડો.ઉત્તમ પેઢડીયાની સારવાર કરગત નિવડીમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની આયુષ હોસ્પિટલમાં એક દર્દીને 3થી 4 વખત મગજમા આચકી અને મોઢામાંથી ફીણ નીકળ્યા બાદ બેભાન અવસ્થામાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓને જીવાણુનો ચેપ લાગ્યાનું પણ સામે આવ્યું હતું. હોસ્પિટલમાં સફળ સારવાર બાદ તેઓ ભાનમાં આવીને ચાલતા થઈ ગયા છે.હોસ્પિટલની યાદીમાં જણાવ્યા મુજબ મોરબી જીલ્લાના એક દર્દી જેમની ઉમર 55 વર્ષ છે. જેમને બેભાન હાલતમાં આયુષ હોસ્પિટલ ખાતે ઈમરજન્સીમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ડૉ. ઉત્તમ પેઢડીયા કે જે જનરલ ફીઝીશિયન તેમજ ક્રીટીકલ સ્પેશિયાલિસ્ટ છે. તેમને દર્દીની તપાસ કરતા તેમજ દર્દીના સગા ને દર્દીની જાણકારી પુછતા જણાયું કે તેમને એજ દિવસમાં ૩ થી 4 વખત મગજની આંચકી તેમજ મોઢામાંથી ફીણ નીકળી ગયેલ છે. તેમજ એક વર્ષ પેલા દર્દીને બીજા હોસ્પિટલમાં મગજમાં પાણી ભરાતા (Hydrocephalus ) તેમનું ઓપરેશન (V-P-Shunt) પણ કરાવેલ છે. પ્રાયમરી તેમજ ખેંચ (Convulsion) ની સારવાર ઈમરજન્સીમાં કર્યા બાદ દર્દીને જરૂરી રિપોર્ટ કે જેવા MRI ને એ કરાવી ICU માં દાખલ કરવામાં આવ્યા હતા. દર્દીની આંચકીની સારવાર કરવા છતાં બીજા દિવસે ભાન અવસ્થામાં ફેર ન પડવાથી દર્દીના કમરના ભાગનું પાણી (CSF Study)ની તપાસ કરવાનું નક્કી કરાયું હતું. તપાસ કરતા જણાયું કે તેમને જીવાણું (Bacterial Meningitis) નો ચેપ છે. કમર ના પાણીમાં રિપોર્ટ મુજબ સારવારમાં ફેરફાર કરતા દર્દીની બેભાન અવસ્થા ધીમેધીમે સુધરવા લાગી હતી. આજે દર્દી ભાનમાં તેમજ ચાલતા ફરતા થયા છે. આથી દર્દીને હસતા મોઢે આયુષ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.