મોરબી : મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આજે બપોર પછીથી ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. જેમાં સાંજે 6 વાગ્યા સુધીમાં ધીમી ધારે ટંકારામાં એક ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે બાકીના તાલુકાઓમાં ઝાપટા પડ્યા હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. સાંજે 6 વાગ્યા સુધી પડેલો વરસાદટંકારા : 29 mm માળીયા મી. : 11 mm મોરબી : 9 mm હળવદ : 1 mm